મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મારા તમારા વચ્ચે કોમ્પિટિશન થાય જ નહીં, કાજલ મહેરિયાને સાગર પટેલનો વળતો જવાબ

મહેસાણાઃ સાગર પટેલ દ્વારા આજે ફરીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. કાજલ મહેરિયાએ સાગર પટેલ દ

VIDEO: મારા તમારા વચ્ચે કોમ્પિટિશન થાય જ નહીં, કાજલ મહેરિયાને સાગર પટેલનો વળતો જવાબ

મહેસાણાઃ સાગર પટેલ દ્વારા આજે ફરીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. કાજલ મહેરિયાએ સાગર પટેલ દ્વારા ગઈકાલે જાહેર કરેલા વીડિયોમાં લગાવેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો. ત્યારે તેનો વળતો જવાબ આપવા માટે સાગર પટેલે વધુ એક વીડિયો જાહેર કર્યો છે. સાગર પટેલે કાજલ મેહેરીયા સામે લગાવેલા આરોપ બાબતે ફરીવાર એકવાર વીડિયો જાહેર કરીને ખુલાસો કરતા કહ્યું હતું કે, કાજલ મહેરીયા દ્વારા ઉમિયા માતા માટે અભદ્ર ટિપ્પણી કરાઈ છે. કાજલ મેહેરિયાને સાગર પટેલ ન જાણતો હોવાનો ફરીવાર આ વીડિયોમાં ઉલ્લેખ કરી રહ્યો છે. કાજલ મેહેરિયાને ટોણો મારતા સાગરે કહ્યું હતું કે, સ્ટેજ ઉપર સાથે ગાવાથી મિત્રતા નથી થતી.

આ પણ વાંચોઃ VIDEO: 'મોરે મોરા'નો વિવાદ વકર્યો, હવે દેવાયત ખવડનો બ્રિજરાજ ગઢવી પર વળતો પ્રહાર

 

આ સમાચાર શેર કરો