મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: કડી પોલીસે GIDCમાં દરોડા પાડી ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો

મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. કડી પોલીસે બાતમીના

મહેસાણા: કડી પોલીસે GIDCમાં દરોડા પાડી ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો

મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. કડી પોલીસે બાતમીના આધારે રેડ કરીને  જીઆઇડીસીના ત્રણ ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને સરકારી પ્રિન્ટ વાળા બારદાન સ્થળ પરથી મળી આવ્યા હતા.

મોટી માત્રામાં ઘઉં અને ચોખાના કટ્ટા મળ્યા

અલગ-અલગ બ્રાન્ડની થેલીઓમાં અનાજનું પેકિંગ થતું હતું. તથા મોટી માત્રામાં ઘઉં અને ચોખાનો જથ્થો સ્થળ પરથી મળી આવ્યો મળ્યો હતો. સરકારી અનાજને અલગ અલગ પેકિંગમાં પેક કરીને વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે.

જથ્થો બારોબાર વેચી નફો રળવાનું કૌભાંડ

ચોંકાવનારી બાબત એ છે કે પુરવઠા વિભાગને પોલીસે જાણ કરવા છતાં કોઇ સ્થળ પર ફરક્યું નહીં.આ મામલે પુરવઠા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પહેલા પોલીસ જથ્થો સીઝ કરે, જથ્થો સીઝ કર્યા બાદ જ અમે આગળની કાર્યવાહી કરીશું.

પોલીસે તે બાબત સુધી રાહ જોઈ હતી  કે પુરવઠા વિભાગ સ્થળ પર પહોંચીને શંકાસ્પદ અનાજની ખરાઈ કરે, પરંતું પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા નહોતા, ત્યારે  કડી પોલીસે જાતે જથ્થાની ગણતરી કરવાની કામગીરી શરૂ કરી હતી..

આ સમાચાર શેર કરો