Kadi: કરણનગર રોડ પરની શુકન સોસાયટીનો બનાવ, બાળકી કબાટમાં પુરાઈ રહેતા ગૂંગળામણથી મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો મહેસાણાના કડીમાંથી સામે આવ્યો છે. કડીમાં કબાટ

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો મહેસાણાના કડીમાંથી સામે આવ્યો છે. કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું દર્દનાક મોત થયું છે. કડીના કરણનગર રોડ પર આવેલી શુકન બંગ્લોઝમાં આ ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે બાળકીની માતા ધાબું સાફ કરવા ગઈ ત્યારે બાળકી રમતા રમતા કબાટમાં પૂરાઈ ગઈ હતી.
બાળકી બેભાન અવસ્થામાં મળી
કબાટમાં ગૂંગળામણથી માસૂમનો દમ ઘૂટ્યો અને મોત નીપજ્યું હતું. મહિલાને તેની બાળકી ક્યાંય દેખાઈ નહીં તો તેણે શોધખોળ આદરી હતી, અને બાળકી કબાટમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
.વ્હાલસોયી દીકરીનું અચાનક મોત નિપજતા મહારષ્ટ્રીયન પરિવાર પર આભ ફાટ્યું
બાળકીને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. વ્હાલસોયી દીકરીનું અચાનક મોત નિપજતા મહારષ્ટ્રીયન પરિવાર પર આભ ફાટ્યું હતું.




