મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે સવારે 11 વાગ્યે તેમના નિવા

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. 

સાદગીભર્યું જીવન, સરકારી બસમાં કરતાં મુસાફરી

નોંધનીય છે કે કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી. 

કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી. 

આ સમાચાર શેર કરો