Junagadh news: 'તમારી પાસે 2 વાગ્યા સુધીનો સમય છે, શાળાના બાળકોને બચાવી લો', પોલીસને ફોન આવ્યો અને...

જૂનાગઢમાં પતિ-પત્નિના ઝઘડામાં પોલીસ તંત્ર અને આખા શાળા ધંધે લાગી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિનો પોલીસ કન્ટ્રોલમાં ફોન આવે છે અને કહે છે કે પોદ્દાર સ્કૂલમાં નેહા મહેતા નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે. જે બાદ પોલીસે ડોગ સ્ક્વોડ સાથે શાળામાં ચેકિંગ કર્યું અને શિક્ષિકાની પુછપરછ પણ કરી તો ખબર પડી કે આ કોલ શિક્ષિકાના પતિએ જ કર્યો હતો.
પત્નીને બદનામ કરવા પતિએ રચ્યું કાવતરું
શિક્ષિકાએ કહ્યું કે તેમને તેના પતિ સાથે અણબનાવ છે. અને તેના પતિએ જ તેને બદનામ કરવા માટે આ કાવતરું ઘડ્યું છે. જે બાદ પોલીસે શિક્ષિકાના પતિ હેમરાજ જાંગડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યું હતું કે તમારા પાસે 2 વાગ્યા સુધીનો સમય છે, નહિતર શાળાની શિક્ષિકા નેહા મહેતા બાળકોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. જે બાદ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું.

