Video: કેશોદના નવા બનાવેલા અન્ડરબ્રિજમાં પાણી ભરાયું, શહેર બે ભાગમાં થયું વિભાજિત
સોર્સ : gstv
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રાત્રીના 12 કલાકમાં 5 ઇંચનો ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અન્ડરબ્રિજ પાણીથી ભરાઈ ગયો. મુખ્ય રસ્તો બંધ થઈ જતાં શહેરીજનોને મોટી તકલીફ થઈ છે. તાજેતરમાં ખોલવામાં આવેલા આ અન્ડરબ્રિજમાં માત્ર થોડા દિવસોમાં જ પાણી ભરાવાથી જનતામાં ભારે રોષ ફેલાવ્યો છે.
ભારે વરસાદને કારણે અન્ડરબ્રિજમાં પાણીનું સ્તર વધી જતાં વાહનો અને રાહદારી માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. શહેરીજનોએ તંત્ર પર આક્ષેપો કર્યા કે, ડ્રેનેજ સિસ્ટમ બરાબર ન હોવાથી પાણી સમયસર ઉલેચાતું નથી.અન્ડરબ્રિજ ખુલ્યો ના ગણ્યાગાંઠ્યા દિવસો થયામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. તેણે લઇ શહેરી જનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

