VIDEO : જૂનાગઢ: ધારાસભ્ય સંજય કોરડીયાનું આક્રમક નિવેદન
સોર્સ : GSTV
ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ મહિલા અને દીકરીઓની સુરક્ષાના મુદ્દે એક જાહેર કાર્યક્રમમાં અત્યંત આક્રમક નિવેદન આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય દીકરીઓને આત્મરક્ષા માટે સક્ષમ બનવાની હાકલ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ દીકરીને હેરાન કરે, તો કોઈની ચિંતા કર્યા વગર તેને તાત્કાલિક પ્રતિકાર કરી 'ફેરવીને બે મારી લેવાની'. ધારાસભ્યએ આશ્વાસન આપતા ઉમેર્યું કે, આવી સ્થિતિમાં બાકીની જવાબદારી તેમની રહેશે. તેમણે દીકરીઓને એવી તાકાત કેળવવા અનુરોધ કર્યો કે કોઈ પણ તેમની પરવાનગી વિના નજીક આવવાની હિંમત ન કરે. ધારાસભ્યની આ નીડર શૈલી હાલ રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચાનો વિષય બની છે.

