Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Security alert in jail: Mobile and SIM card seized from behind TV set-top box

Junagadh/ જેલમાં સુરક્ષાના ધજાગરા: ટીવીના સેટ-અપ બોક્સ પાછળથી મોબાઈલ અને સિમકાર્ડ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Junagadh/ જેલમાં સુરક્ષાના ધજાગરા: ટીવીના સેટ-અપ બોક્સ પાછળથી મોબાઈલ અને સિમકાર્ડ ઝડપાયા
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેલ પ્રશાસનની સજાગતા અને ચેકિંગ દરમિયાન ફરી એકવાર બેરેકમાંથી મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે ત્રણ કેદીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

App Store

સેટ-અપ બોક્સમાં છુપાવ્યો હતો સામાન

પ્રાપ્ત વિગતો અનુસાર, જેલ ઝડતી સ્ક્વોડ દ્વારા જેલની અંદર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બેરેક નંબર 1 માં તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કેદીઓએ ચાલાકી વાપરીને બેરેકમાં રહેલા ટીવીના સેટ-અપ બોક્સની પાછળ મોબાઈલ ફોન અને અન્ય એસેસરીઝ છુપાવી હતી.

ઝડપાયેલી વસ્તુઓની યાદી:

1 મોબાઈલ ફોન

1 બેટરી

1 ડેટા કેબલ

1 સીમકાર્ડ

ત્રણ કેદીઓ સામે ગુનો દાખલ

જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ કાચા કામના ત્રણ કેદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે:

સદામ કાસમભાઈ શેખ, રમીઝ ફેજમહમદ બ્લોચ, અરબાજ અનવર પમા, આ ત્રણેય કેદીઓ વિરુદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરક્ષા સામે ઉઠતા સવાલો

જેલની ઊંચી દીવાલો અને કડક સુરક્ષા હોવા છતાં જેલની અંદર મોબાઈલ, સિમકાર્ડ અને ડેટા કેબલ જેવી વસ્તુઓ કઈ રીતે પહોંચે છે? શું આમાં કોઈ અંદરના વ્યક્તિની મિલીભગત છે કે પછી સુરક્ષામાં કોઈ મોટી ખામી છે? આ સવાલો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં કેદીઓ બેખૌફ બનીને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે તે ચિંતાનો વિષય છે.

હાલમાં એ-ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે આ મોબાઈલ જેલની અંદર કોના મારફતે પહોંચાડવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો.