Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Girl commits suicide after failing in police recruitment, takes final step after failing by two marks

Junagadh news: પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળતા યુવતીનો આપઘાત, બે માર્ક્સે નાપાસ થતા ભર્યું અંતિમ પગલું

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Junagadh news: પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળતા યુવતીનો આપઘાત, બે માર્ક્સે નાપાસ થતા ભર્યું અંતિમ પગલું
સોર્સ : GSTV

જૂનાગઢ તાલુકાના વધાવી ગામે પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળતા યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસ ભરતીમાં માત્ર એકથી બે માર્ક માટે નાપાસ થતા યુવતીને મનમાં લાગી આવતા આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 

App Store

પોલીસે વધુ તપાસ હાથ ધરી

જૂનાગઢમાં આપઘાતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે જૂનાગઢ તાલુકાના વધાવીમાં ૨૧ વર્ષીય યુવતી પૂનમબેન મારખીભાઈ મારડીયાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પોલીસ ભરતીમાં નાપાસ થતા યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક થી બે માર્કે નાપાસ થતા લાગી આવતા યુવતીએ ગળે ફાંસો ખાધો હતો. આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.