જૂનાગઢઃ DDO કચેરીમાં બે મહિલાઓએ દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

જૂનાગઢમાં ડીડીઓની કચેરીમાં બે મહિલાઓએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જુનાગઢ તાલુકાના રૂપાવટી ગામના સરપંચના માતા અને પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો. છેલ્લા કેટલાય સમયથી ડીડીઓને મળવા માટે અને ન્યાય માટે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ ડીડીઓની મુલાકાત ન થતાં હાલના સરપંચના માતા અને તેમની પત્નીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચોઃ પોમોઝના પિઝા અને રજનીના ઢોંસા પહોચાડી દેશે હોસ્પિટલ! વિશ્વાસ ના હોય તો જુઓ PHOTOS
જણાવી દઈએ કે, જૂનાગઢ જિલ્લા તાલુકાના રૂપાવટી ગામના સરપંચના માત અને પત્નીએ ડીડીઓ કચેરીમાં જ દવા પી લીધી હતી. તેમણે ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીએ મળી સરપંચની ખોટી સહી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પૈસાની ઉચાપતમાં જવાબદાર અધિકારી તથા મંત્રી સામે કાર્યવાહી કરવા અવારનવાર રજૂઆત કરવા છતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા સરપંચના માતા અને પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
જણાવી દઈએ કે રૂપાવટી ગામના હાલના સરપંચ જીગ્નેશભાઈએ ઉપસરપંચ આસમ સાંઢ અને મંત્રી ચના વકાતર સામે આક્ષેપ કર્યો છે કે આ બંને જણાએ મળીને સરપંચની ખોટી સહી કરી છે. ઉપ સરપંચ અને તેમના મળતીયાઓએ મોટા દબાણ કર્યા છે. આ દબાણ હટાવવા તથા ખોટી સહી કરવા મુદ્દે કાર્યવાહી ન થતા રોષે ભરાયા હતા. જવાબદાર અધિકારી તથા મંત્રી સામે કાર્યવાહી કરવા અવારનવાર રજૂઆત છતાં કોઈએ ધ્યાને ન લતાં બંને મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
હાલમાં બંને મહિલાઓને તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવી છે. સરપંચના માતા સરોજબેન હિરપરા અને પત્ની પ્રભાબેન હિરપરાએ ગઈ કાલે અધિકારીઓની મુલાકાત ન થતાં અને આજે પણ ન મળતાં તેમણે કચેરીમાં જ દવા પી લીધી હતી. બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

