Video: માર્કેટિંગ યાર્ડ પાસેથી ૩૦૦ કિલો નકલી ઘી ઝડપાયું

જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડ પાસેથી એસઓજી પોલીસે દરોડો પાડીને ૩૦૦ કિલોથી વધુ કેમિકલયુક્ત ભેળસેળિયું નકલી ઘી ઝડપી પાડ્યું છે. ગાયના અસલી ઘીના નામે આ નકલી જથ્થો વેચવામાં આવી રહ્યો હતો. દિવાળીના તહેવાર ટાણે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતો રહ્યો અને પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ઘટનાસ્થળેથી જાણીતી આઠ બ્રાન્ડના નકલી સ્ટીકર સહિતનો જથ્થો જપ્ત કર્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે. પકડાયેલા શંકાસ્પદ ઘીના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે.







