Junagdh news: આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટ

ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ગોપાલ ઇટાલિયાના નજીકના મનાતા સાવલિયા વિરુદ્ધ અગાઉ વિસાવદર મગફળી કેન્દ્ર પર થયેલી બબાલ મામલે એક શ્રમિક મહિલાએ છેડતી, એટ્રોસિટી અને હત્યાના પ્રયાસની ગંભીર ફરિયાદ નોંધાવી હતી.
જેલમાંથી છૂટ્યાના બે જ દિવસમાં અને વિસાવદર તાલુકામાં પ્રવેશબંધી
આ કેસમાં જેલમાંથી છૂટ્યાના બે જ દિવસમાં અને વિસાવદર તાલુકામાં પ્રવેશબંધી હોવા છતાં, ગત રાત્રે જૂનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી તેમની અટકાયત કરી હતી. સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.




