જુનાગઢ : ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર? JMCએ 7 દિવસમાં માંગ્યા પુરાવા
Junagadh Municipal Corporation sought house evidence from GUJCTOC accused Raju Solanki | Junagadh News : જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં

Junagadh News : જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ અંગે જુનાગઢ મહાનગરપાલિકાએ નોટિસ ફટાકરી 7 દિવસમાં મકાન અંગેના પુરાવાઓ માંગ્યા છે.
7 દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ
જુનાગઢ શહેરમાં જીમખાનાની બાજુમાં ખાડિયા વિસ્તારમાં સર્વે નંબર 350 પર રજુ સોલંકીએ મકાનનું બાંધકામ કર્યું છે. જુનાગઢ મહાનગરપાલિકાની જમીન પર બાંધકામ કરી નાખ્યાની આશંકાએ મહાનગરપાલિકાએ આ બાંધકામ અંગે 7 દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ છે.
પુરાવા રજૂ ન નહીં થાય તો ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે
રાજુ સોલંકી, તેની પત્ની હંસાબેન અને તેમના પુત્ર સહિત તમામ ગુજસીટોક હેઠળ ગુનામાં જેલમાં છે. રાજુ સોલંકીની પુત્રીએ પુરાવા રજૂ કરવા વધારે સમય માંગ્યો છે અને આ માટે કારણ રજૂ કર્યું છે કે ઘરના બધા કાગળો પોલીસે જપ્ત કરી લીધા છે. પણ મહાનગરપાલિકાની નોટિસ પ્રમાણે 7 દિવસમાં પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે.






