કહેતા હૈ જોકર સારા જમાના...પ્રાણીઓ પર પ્રતિબંધ મૂકાતા સંઘર્ષ કરતું સર્કસ
હિન્દી સિનેમામાં રાજ કપુરે મેરા નામ જોકર ફિલ્મ બનાવી હતી. સર્કસ અને જોકર આધારિત આ ફિલ્મ ખૂબ વખણ

હિન્દી સિનેમામાં રાજ કપુરે મેરા નામ જોકર ફિલ્મ બનાવી હતી. સર્કસ અને જોકર આધારિત આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. જો કે, સરકારે સર્કસમાં પ્રાણીઓ પર પ્રતિબંધ મૂકતાં છેલ્લા 20 વર્ષથી સર્કસ અને તેના કલાકારો સહિત સંચાલકો ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. પ્રાણીઓ વગરના સર્કસને ચલાવવું લોઢાના ચણા સમાન માનવામાં આવે છે. તેમ છતાં સર્કસને જીવંત રાખવા માટે સંચાલકો એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે.
દેશભરના સંચાલકોને મળશે રાહ
સુરતના સંચાલકો દ્વારા દેશભરના સર્કસ સંચાલકોને નવી દિશા ચિંધવા માટે જર્મન ડોમમાં ડુમસ રોડ પર ફિનિક્ષ સર્કસ યોજવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના કલાકારો દ્વારા અવનવા કરતબો બતાવવામાં આવી રહ્યાં છે. આ અંગે ધીરેન-મહેન્દ્ર શાહે કહ્યું કે, અમે સર્કસ દ્વારા લોકોને મનોરંજન મળી રહે તે માટેના પ્રયાસો કરી રહ્યાં છીએ. અમે સમગ્ર દેશને રાહ બતાવવા માટે તથા આગમાંથી બેઠા થતાં ફિનિક્ષ પક્ષીની જેમ એ નામ આપીને એક પ્રયાસ કર્યો છે. જે ઘણા ખરા અંશે સફળ રહ્યો છે. જેથી આગામી સમયમાં દેશભરમાં આ રીતે સર્કસ થતાં રહે તો ઘણા લોકોને રોજગારી મળી રહે તેમ છે.
રિયલ અનુભવ કરાવે છે સર્કસ
મધુભાઈ બલરે કહ્યું કે સર્કસ, જાદુગર ટીવી મોબાઈલના મનોરંજનમાંથી બાળકો સહિતના બહાર લાવીને એક રિયલ અનુભવ કરાવે છે. જેથી 45 કલાકારો સાથેનું સર્લ લોકોને મનોરંજનની સાથે સાથે શરીરને સુદ્રઢ રાખવાથી શું થઈ શકે તેની લોકોને માહિતી પણ મળી રહે છે. આ સર્કસમાં ઉથોપિયા સહિત દેશના અલગ અલગ રાજ્યના કલાકારોને કામ આપવામાં આવી રહ્યું છે. સર્કસમાં કલાકારો દ્વારા એક્રોબેટિક્સ, જગલિંગ, એરિયલ એક્ટ, સર્કસ રિંગ, રિંગ માસ્ટર, બબલ આર્ટ, ચેર બેલેન્સ, રોલર સ્કેટિંગ સહિતના કરતબો બતાવવામાં આવે છે.








