મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડાની જીંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મહાનગરપાલિકાને ફટકારી 1.15 કરોડની નોટીસ, જાણો શું છે મામલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઇને

ખેડાની જીંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મહાનગરપાલિકાને ફટકારી 1.15 કરોડની નોટીસ, જાણો શું છે મામલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઇને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કોઇ સામાન્ય નાગરિકનો વેરો બાકી હોય ત્યારે ઢોલ-નગારા સાથે આખી ટીમ મેદાને ઉતરી જાય છે. પરંતુ અત્યારે 'ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે' એવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે છેલ્લા સાત વર્ષથી  રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. આ વેરાની રકમ કરોડોમાં પહોંચી ગઇ છે. 

જીંજર ગ્રામ પંચાયતે AMCને ફટકારી 1.15 કરોડની નોટીસ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. જેને લઇને જીંજર ગ્રામ પંચાયતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર નોટીસ ફટકારી છે. છતાં નઠોર તંત્ર દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી છે. 

છેલ્લાં 7 વર્ષના બાકી વેરાની વિગત 

  • 2018-2019માં 15,35,250
  • 2019-2020માં 15,35,250
  • 2020-2021માં 16,88,750
  • 2021-2022માં 16,88,750
  • 2022-2023માં 16,88,750
  • 2023-2024માં 16,88,750
  • 2024-2025માં 16,88,750

કુલ સાત વર્ષમાં 1,15,14,250 કરોડનો પ્રોપર્ટી ટેક્સ જીંજર ગ્રામ પંચાયતને ચૂકવ્યો જ નથી. 

આ સમાચાર શેર કરો