VIDEO: ઉનાકાંડના ચુકાદા પર જિગ્નેશ મેવાણીએ દર્શાવી નારાજગી, કહ્યું- આરોપીઓથી ડર રહ્યો છે પીડિત પરિવાર
ગીર-સોમનાથના ઉનાકાંડના ચુકાદા પર જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યાં છે. મેવાણી કહ્યું કે આ
ગીર-સોમનાથના ઉનાકાંડના ચુકાદા પર જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યાં છે. મેવાણી કહ્યું કે આ ચૂકાદો પીડિતો માટે અન્યાયકારી છે અને આ મુદ્દે અમે હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ કેસમાં 37 આરોપીઓમાંથી માત્ર પાંચ લોકોને સજા થઈ છે અને પીડિત પરિવારને હજુ પણ આરોપીઓથી ડર છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામના દલિત પરિવારજનો પર ગાયના ચામડાં ઉતારવાના મુદ્દે ગંભીર અત્યાચાર થયો હતો. આ ઘટના દરમિયાન પોતાને ગૌરક્ષક કહેતા કેટલાક લોકો, જે મૂળ અસામાજિક તત્વો હોવાનું જણાવાયું હતું, તેમણે પીડિતોને ગાડી સાથે બાંધી ઉનાની બજારમાં જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો. આ મુદ્દે લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્તરે પણ ગુંજ્યો હતો.


