મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અંકુરની ઈન્ડિયન બેન્કના લોકરમાંથી 34 લાખના દાગીનાની ચોરી, બેન્ક પણ નથી સુરક્ષિત

અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેંકના લોકરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. અંકુર બ્રાંચના લોકર

અમદાવાદ: અંકુરની ઈન્ડિયન બેન્કના લોકરમાંથી 34 લાખના દાગીનાની ચોરી, બેન્ક પણ નથી સુરક્ષિત

અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેંકના લોકરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. અંકુર બ્રાંચના લોકરમાંથી 34.18 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે, શું હવે બેન્ક પણ સુરક્ષિત નથી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે વૃદ્ધ મહિલાએ લોકરમાં સોનાની બુટ્ટી, હાર, સેટ, બંગડીઓ સહિતના દાગીનાઓ અને રોકડ રકમ મૂક્યા હતા.

31.18 લાખ રૂપિયાનું સોનું અને 3 લાખ રોકડ લોકરમાંથી ગાયબ

 31.18 લાખ રૂપિયાનું સોનું અને 3 લાખ રોકડ લોકરમાંથી ચોરાયું હતું. વૃદ્ધ મહિલા બેન્કમાં કામ અર્થે ગઈ અને લોકર ખોલ્યું ત્યારે ખબર પડી હતી કે લોકરમાંથી તમામ વસ્તુઓ ગાયબ છે. વૃદ્ધાએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. નારાણપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો