મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અંબાજી પાસે જીપ છાપરી નદી તણાઇ, મુસાફરો માંડ બચ્યા

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકતા જળાશયો ભ

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકતા જળાશયો ભયજનક સપાટીએ વહી રહયા છે. રાજસ્થાન બોર્ડર નજીક અંબાજી પાસે આવેલા ડેરી ગામે એક જીપ છાપરી નદી ઓળંગવાનો પ્રયાસ કરતા કોઝ વે પર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સદનસીબે જીપમાં બેઠેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ડેરીગામે જતી જીપ નદીના પ્રવાહમાં તણાતા તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જીપને બહાર કાઢવાની કામગીરી કરી હતી. 

આ સમાચાર શેર કરો