સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ
રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ

રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સહકારી સંઘની તમામ બેઠકો ઉપર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો હતો. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની તમામ 19 પેનલ બિનહરીફ થઇ હતી.
રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની કૂલ 19 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી જેમાં સાત પ્રતિનિધિઓની ચૂંટણીમાં સાતેય ઉમેદવાર રાદડીયા જૂથના બિનહરીફ ચૂંટાયા હતા.
સંઘ પ્રતિનિધિ વિભાગ અને ઇતર વિભાગની 12 બેઠકોની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો સામે પણ અન્ય કોઇ ઉમેદવારોના નામના ઠરાવો નહીં આવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.






