મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જયેશ રાદડિયાને મંત્રી મંડળમાં સ્થાન ના મળતા ભાજપથી નારાજ, ફોન પણ બંધ

ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતર

જયેશ રાદડિયાને મંત્રી મંડળમાં સ્થાન ના મળતા ભાજપથી નારાજ, ફોન પણ બંધ

ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતરી એ છે કે, છેલ્લાં ઘણાં સમયથી સરકાર-સંગઠન વચ્ચે મોટી ખાઈ પડી છે. ખુદ ભાજપના ધારાસભ્ય-સાંસદો જ સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઊભું થયુ છે. દક્ષિણ ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ અપાતાં અન્ય પ્રદેશોને વંચિત રખાયા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે જેથી સ્થાનિકો સરકારથી નારાજ છે.

જયેશ રાદડિયાનો ફોન જ બંધ

ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા જયેશ રાદડિયાએ પોતાની તાકાત દર્શાવતા વિશાળ જન મેદની એકઠી કરી હતી, ત્યારે તે સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચા ચર્ચાઈ રહી હતી, ત્યારે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં હતું. જોકે હાલ તેમનું પત્તુ કપાઈ ગયું છે, અને નેતાજીનો ફોન પણ બંધ આવી રહ્યો છે. ત્યારે એ સમયે ચર્ચા હતી કે ભાજપ પાટીદાર વોટ બેન્ક સાચવવા જયેશ રાદડિયાને મંત્રી પદ આપી શકે તેમ છે.

આ સમાચાર શેર કરો