VIDEO: બ્રેઈનવોશના આરોપ વચ્ચે જનાર્દન સ્વામીની પ્રતિક્રિયા, નાઈટ ક્રિકેટ વિશે પણ કર્યો ખુલાસો
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં આવેલા સ્વામીનારાયણ ગુર

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળમાં સાધુએ ધોરણ-10ના એક કિશોરનું બ્રેઈનવોશ કર્યું હોવાના આરોપ લાગ્યા હતા. હવે સમગ્ર મામલે જનાર્દન સ્વામીની પ્રતિક્રિયા આવી સામે છે. ત્યારે આવો જાણીએ શું કહ્યું છે સ્વામી જનાર્દને.
કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી
વિદ્યાર્થીનું બ્રેઈનવોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકુળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બ્રેઈનવોશ સંસ્થામાં કરવામાં આવતું નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ.
અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે. સાધુ બનવા માટે નહી. સારૂ શિક્ષણ અને સાચવણી મળે છે.
જનાર્દન સ્વામીએ મારા પુત્રનું બ્રેઈનવોશ કર્યું - કિશોરના પિતા
આ કિશોરના પિતા અશોકભાઈનો આક્ષેપ છે કે ગુરુકુળમાં જનાર્દન સ્વામીએ કરેલા બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી અને ઘરના કોઈ પ્રસંગમાં પણ માંડ આવે છે. આ કિશોરે ધોરણ-10ની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગુરુકુળ ગયા તો તેમની સાથે ઘરે આવ્યો નહીં. બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવ્યા પરંતુ તો તે ઘરેથી ફરી ગુરુકુળ ભાગી ગયો અને ફરી પાછો આવ્યો તો ત્રણ દિવસ જ રેહવાની શરતે આવ્યો.
કિશોરના પિતા અશોકભાઈએ આરોપ લગાવ્યો કે ગુરુકુળના જનાર્દન સ્વામીએ આ કૃત્ય કર્યું હતું. તેમણે જ મારા પુત્રને સાધુ બનવાની પ્રેરણા આપી હતી. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાની જ જીદ પકડતો હતો, તેને ના પાડવામાં આવે તો ઘરમાં એક રૂમમાં પુરાઈ જતો હતો અને ખાવા-પીવાનું બંધ કરી દેતો હતો. કિશોરની નોટબુકમાંથી સ્વામીએ માતા-પિતા વિરુદ્ધ કહેલી વાતો પણ લખેલી મળી આવી છે.








