VIDEO: જામનગર: ખાડામાં કાર ખાબકી, અકસ્માત CCTVમાં થયો કેદ
સોર્સ : GSTV
જામનગર શહેરના ગુલાબ નગર પાસે આવેલ ગુજરાત ગેસ પંપ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં CNG ભરાવ્યા બાદ આગળ વધી રહેલી એક ફોરવ્હીલર કાર અચાનક રોડ પરના ઊંડા ખાડામાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી છે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઘટનાસ્થળે કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાને કારણે ખુલ્લા ખાડા અને સુરક્ષાના અભાવ સામે ભોગ બનનાર પરિવારે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિકોમાં તંત્રની ઘોર બેદરકારી અંગે ઉગ્ર ચર્ચાઓ અને આક્રોશ શરૂ થયો છે.

