Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Police crackdown under Prohibition Act in Jamnagar: 5 crimes registered in different areas

જામનગરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસનો સપાટો: અલગ-અલગ વિસ્તારોમાં 5 ગુના દાખલ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જામનગરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસનો સપાટો: અલગ-અલગ વિસ્તારોમાં 5 ગુના દાખલ
સોર્સ : GSTV

જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટના ભંગ બદલ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 5 ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો કાચો આથો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 87 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

App Store

સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા ચારણનેશ વિસ્તારમાં દરોડો પાડી નાથીબેન જીવનભાઈ ધોડાના મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો 20 લીટર કાચો આથો કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સ્થળ પરથી ફરાર મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. અન્ય કાર્યવાહીમાં ગોકુલનગર વિસ્તારમાંથી સાવન સંજયભાઈ જાદવાણી (ઉ.વ. 25)ને 24 શીલબંધ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. કબજે કરાયેલા દારૂની કિંમત રૂ.4,320 હોવાનું જાણવા મળ્યું છે.

સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા સાધના કોલોની વિસ્તારમાંથી ભલાભાઈ દેશાભાઈ સોલંકી (ઉ.વ.62) પાસેથી વિદેશી દારૂનું એક ચપટું કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા સ્વામીનારાયણનગર-ડ્રીમ સિટી વિસ્તારમાં દરોડો પાડી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ચપટા અને બીયરના ટીન મળી કુલ રૂ.82,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં દિવ્યરાજસિંહ જુવાનસિંહ વાળા સામે ગુનો નોંધાયો છે. દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

આ ઉપરાંત કબીર આવાસ વિસ્તારમાંથી સમીર ઉર્ફે મલ્લો રજાકભાઈ અંસારી (ઉ.વ. 22) ને 5 વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટના ભંગ બદલ નોંધાયેલા આ તમામ ગુનાઓમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા દારૂના વેપાર અને સંગ્રહ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.