Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Jamnagar: Pre-monsoon plan revealed in the first rain

VIDEO: જામનગરઃ પહેલા જ વરસાદમાં પ્રી-મોન્સૂન પ્લાન પાણીમાં

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાંની સાથે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીની પોલ સદંતર છતી થઈ ગઈ છે. શહેરમાં પડેલા આ પહેલા જ વરસાદને કારણે અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક પાણી નિકાલની કેનાલો ઉભરાઈને છલકાઈ ગઈ છે. ખાસ કરીને નાગનાથ ગેટ વિસ્તારમાં સફાઈના અભાવે કેનાલના ગંદા પાણી બહાર રોડ પર ફરી વળતા ચોતરફ પાણી પાણીનો માહોલ સર્જાયો છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં કેનાલો અને નાળાઓની સફાઈ પાછળ કરવામાં આવેલો લાખો રૂપિયાનો ધુમાડો પહેલા જ વરસાદમાં ધોવાઈ જતાં જામનગર મનપાની નબળી કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store