Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar / Tantra Lalghum against power thieves, power checking in areas outside Kalavad Naka

Jamnagar / વીજચોરો સામે તંત્ર લાલઘૂમ, કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં વીજ ચેકિંગનો ધમધમાટ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagar / વીજચોરો સામે તંત્ર લાલઘૂમ, કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં વીજ ચેકિંગનો ધમધમાટ
સોર્સ : gstv

જામનગર શહેરમાં લાંબા સમય બાદ વીજચોરી અને વીજ જોડાણોમાં થતી ગેરરીતિ સામે વીજ તંત્ર દ્વારા આજે વહેલી સવારથી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરના કાલાવડ નાકા બહારના વિવિધ વિસ્તારોમાં વીજ તંત્રની અલગ-અલગ ટીમો દ્વારા એકસાથે ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

App Store

કાલાવડ નાકા બહાર આવેલા ગરીબ નવાઝ પાર્ક-1 અને 2, સેટેલાઈટ, અલસફા સહિતના વિસ્તારોમાં વીજ તંત્રની ટીમો વહેલી સવારથી પહોંચી હતી. ટીમો દ્વારા રહેણાંક મકાનો તેમજ અન્ય વીજ જોડાણોના મીટર, સર્વિસ વાયર અને વીજ વપરાશની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વીજ જોડાણમાં કોઈ પ્રકારની ગેરરીતિ કે વીજચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.

લાંબા સમય બાદ વીજ તંત્ર દ્વારા આ પ્રકારે એકસાથે અનેક વિસ્તારોને આવરી લઈને ચેકિંગ હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી. વીજચોરી અથવા ગેરરીતિ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

વીજ તંત્રની ટીમો દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવીને એકસાથે અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મીટરમાં કોઈ ચેડાં કરવામાં આવ્યા છે કે નહીં, વીજ જોડાણ નિયમસર છે કે કેમ તેમજ વીજ વપરાશ અને મીટર રીડિંગ વચ્ચે કોઈ ગેરરીતિ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી.

ચેકિંગની સમગ્ર કામગીરી દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે વીજ તંત્રની ટીમોને કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં આજે વીજ ચેકિંગનો ધમધમાટ જોવા મળ્યો હતો.

વીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં વીજચોરી કે ગેરરીતિના કિસ્સા મળી આવે તો નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વીજચોરી સામે આવી જ રીતે સઘન ચેકિંગ હાથ ધરાય તેવી શક્યતા છે.