Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Former MP Vikram Maadam slams exploitation in outsourcing

VIDEO: Jamnagar / "માંગવાથી ભીખ મળે, અધિકાર માટે લડવું પડે", આઉટસોર્સિંગમાં શોષણ મુદ્દે પૂર્વ સાંસદ વિક્રમ માડમ લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગરના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમભાઈ માડમે આઉટસોર્સિંગ કર્મચારીઓના પડતર પ્રશ્નો અને થઈ રહેલા આર્થિક શોષણ મુદ્દે સરકાર તેમજ એજન્સીઓ સામે મોરચો માંડ્યો છે. જામનગરની સૌથી મોટી હોસ્પિટલમાં સોશિયલ વર્કર તરીકે સેવા આપતા વિક્રમભાઈએ આઉટસોર્સિંગ પ્રથાને ભ્રષ્ટાચારનું ઉદગમ સ્થાન ગણાવી આકરા પ્રહાર કર્યા છે.

App Store

વિક્રમભાઈ માડમે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શિક્ષિત યુવક-યુવતીઓનું આઉટસોર્સિંગના નામે ભયંકર શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકાર એજન્સીઓને લાખો રૂપિયા ચૂકવે છે, પરંતુ જે ખરેખર કામ કરે છે તેવા દીકરા-દીકરીઓને માત્ર મામૂલી રકમ પકડાવી દેવામાં આવે છે. આ એક પ્રકારનો  ભ્રષ્ટાચાર છે જેમાં વચેટિયાઓ કમાઈ રહ્યા છે અને કર્મચારીઓ પીસાઈ રહ્યા છે.

પોતાના આગવા અંદાજમાં વિક્રમભાઈએ કર્મચારીઓને જાગૃત કરતા કહ્યું કે, "માંગવાથી ભીખ મળે, પરંતુ પોતાના અધિકાર માટે તો લડવું જ પડે." આઉટસોર્સિંગ પ્રથામાં થતા મોટા પાયાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે કોંગ્રેસ આગામી દિવસોમાં રણનીતિ ઘડશે.