Jamnagar news: ચેલા ગામ પાસે ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, ઘટનાસ્થળ પર જ બે યુવાનોના મોત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગરના ચેલા ગામ

ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગરના ચેલા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં બે યુવાનોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. દિવાળીના તહેવાર સમયે જ પરિવાર પર આભ ફાટ્યું હતું.
ટ્રક ચાલકે બેફામ રીતે હંકારીને બાઈકને મારી ટક્કર
મળતા અહેવાલ પ્રમાણે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસની ટીમ દુર્ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.




