મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: રિવરફ્રન્ટ પર મોડી રાત્રે અકસ્માતમાં 15 વર્ષીય કિશોરનું મોત, બે કિશોરો ઈજાગ્રસ્ત

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની દુર્ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં નિર્દોષોના મોત નીપ

Ahmedabad news: રિવરફ્રન્ટ પર મોડી રાત્રે અકસ્માતમાં 15 વર્ષીય કિશોરનું મોત, બે કિશોરો ઈજાગ્રસ્ત

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની દુર્ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં નિર્દોષોના મોત નીપજે છે. મળતા અહેવાલ પ્રમાણે  ગુજરાતના અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 15 વર્ષીય સગીરનું દર્દનાક મોત થયું છે, જ્યારે અન્ય બે સગીરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

રિવરફ્રન્ટ પાર્ક સામે વાહનનું સંતુલન ગુમાવવાથી આ દુર્ઘટના સર્જાઈ 

રિવરફ્રન્ટ પાર્ક સામે વાહનનું સંતુલન ગુમાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અકસ્માતની ગંભીરતા દેખાય છે. ટ્રાફિક પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે, જેમાં અકસ્માતના કારણો અને જવાબદારી નક્કી કરવા માટે વધુ તપાસ આદરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્પીડમાં વાહન ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો