સુરતની જેલમાંથી પેરોલ લઈ ફરાર થયેલો આરોપી 13 વર્ષે ઝડપાયો, દેહવ્યાપારના ગુનામાં 2012માં પકડાયો હતો
સુરતમાં અલગ અલગ જગ્યાએ દેહવ્યાપારનો ધંધો કરાવતા આરોપીને 2012માં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાચા કામના આરોપીને લ

સુરતમાં અલગ અલગ જગ્યાએ દેહવ્યાપારનો ધંધો કરાવતા આરોપીને 2012માં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાચા કામના આરોપીને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાંથી દીકરાની બીમારીની સારવારના નામે રજા લઈને પેરોલ પર નીકળ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ 13 વર્ષથી નાસતો ફરતો હતો. જો કે પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાજર થવાની જગ્યાએ ફરાર થયો
પકડાયેલો આરોપી ઘોડદોડ રોડ અધિશ્વર પાર્ક ખાતે રહેતો હતો. તે વખતે તે અન્ય તેના સાગરીત જીગ્નેશ પારેખ તથા અંકિતની સાથે મળીને સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલ અલગ અલગ હોટલમાં ચોરી છુપીથી કૂટણખાનુ ચલાવતો હતો. તે પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી છોકરીઓ બોલાવી તેઓને પૈસાનુ પ્રલોભન આપી અટકાવી રાખી હતી. તેમની પાસે વેશ્યાવૃત્તીની પ્રવૃતિ કરાવી પોતાની આજીવિકા વેશ્યાગીરીની કમાણી દ્રારા કરી કુટણખાનુ ચલાવતા હતો. દરમિયાન તા.૨૨/૦૪/૨૦૧૨ ના રોજ દિલ્લીગેટ બેલ્જીયમ ટાવર પાસે આવેલ જાપાન માર્કેટના સાતમા માળે પોલીસ માણસો દ્રારા રેડ કરી હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતોને પકડી પાડવામાં આવેલ હતા. જે ગુનામાં તેઓ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં હતો. તે વખતે તેણે પોતાના દીકરાની સારવાર કરાવવા માટે ૧૦ દિવસના વચગાળાની રજા ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાર બાદ કેદી જેલમાં હાજર નહિ થઈ ફરાર થઈ ગયો હતો.
બાતમીના આધારે ઝડપાયો
દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના મજરા ગામ ચોકડી પાસે વિનય ગેસ્ટ હાઉસ પાસેથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કૈદી નામે હસમુખ ઉર્ફે રાજુ શંકાભાઈ ઉર્ફે શંકરભાઈ પંચાલને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ધ ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એક્ટ ૧૯૫૬ ના કાયદાની કલમ-૩,૪,૫,૬,૭ મુજબના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો.






