Surat news: વસંત ગજેરા અને ચુની ગજેરા ગ્રુપ પર ITના દરોડા, બેનામી વ્યવહારો ઝડપાય તેવી શક્યતાઓ
ગુજરાતમાં ITના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદ

ગુજરાતમાં ITના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ બાદ હવે સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાના ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે.
સંત ગજેરા અને ચુની ગજેરાના ગ્રુપ પર આઈટી વિભાગના દરોડા
ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા આ ગ્રુપના સુરત અને મુંબઈ સ્થિત કુલ 30થી વધુ સ્થળો પર એકસાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના કતારગામ, પીપલોદ અને વરાછા જેવા વિસ્તારોમાં આવેલી ડાયમંડ ઓફિસ, રિયલ એસ્ટેટની ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓની ઓફિસોમાં પણ આઈટીની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.




