સુરત/ ઐશ્વર્યા ડાઈંગ સાથે સંકળાયેલી ચાર કોલ કંપની પર ITના દરોડા યથાવત, 100થી વધુ કર્મચારી જોતરાયા
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયું છે. કડોદરાની ડાઇંગ મિલ અને ડુમ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયું છે. કડોદરાની ડાઇંગ મિલ અને ડુમસ રોડ પર ઓફિસ ધરાવતી કોલસાની 4 કંપની પર દરોડા પાડ્યા છે. આ દરોડા સતત બીજા દિવસે પણ યથાવત છે. તમામનું કુલ ટર્નઓવર 5 હજાર કરોડની નજીક છે. જે હાલ શંકાના દાયરામાં છે. 100 અધિકારી-કર્મચારીની ટીમે તમામ વ્યવહારો પર બિલોરી કાચ મૂકી દીધો છે.
કોલ કંપની પર દરોડા
ITની ઇન્વેસ્ટિગેશન વિંગના ડીઆઇ સુરેશ બત્તીનીની દેખરેખ હેઠળ એડીઆઇ વિભોર બદોનીની આગેવાનીમાં કડોદરાની એશ્વર્યા ડાઇંગ મિલ ઉપરાંત કોલસા વેપારી સજ્જન અગ્રવાલની એસ.એન. ટ્રેડ લિંક, તરનજ્યોત અને ગુરમીતની કોલ કંપની અને આદર્શ કોલ કંપની પર દરોડા પડાયા હતા.
મિલો કોલસા પર આધારિત
અધિકારીઓ કહે છે કે અગાઉ અનેક ઇનપુટ મળ્યા હતા કે ડાઇંગ મિલો અને તેમને કોલસો સપ્લાય કરનારા મોટાપાયે ટેક્સ ચોરી કરી રહ્યા છે, કેટલીક મિલો ખર્ચો વધુ બતાવી રહી છે. પરંતુ જે તે સમયે દરોડા પડ્યા નહતા. પરંતુ આ વખતે ઇલેક્શન અગાઉ જ ફાઇલ તૈયાર હતી.શહેરમાં 400 જેટલી ડાઇંગ મિલો છે અને મોટાભાગની મિલો કોલસા પર આધારિત છે. ઉપરાતં ઝારખંડ સહિતના કેટલાંક રાજ્યોથી આવતા કોલસા ઉપરાંત મોટાભાગનો કોલ ઇન્ડોનેશિયા સહિતના દેશોમાંથી આવે છે. સી.એ. જગદીશ વૈષ્ણવ કહે છે કે, દરોડા અગાઉ ઘણી તૈયારી થતી હોય છે અને હાલ જે સોફ્ટવેર વિભાગ વાપરે છે તેમાં દરેક પ્રકારના ડેટા તેમને મળી રહે છે.








