સુરતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ
સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી બફારા અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત થયા હત

સુરત જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી બફારા અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત થયા હતા. ત્યારે આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. ઝરમર વરસાદની શરૂઆત થતા શહેરીજનોને બફારા અને ગરમીથી મુક્તિ મળી છે. જૂન માસ તેના અંતિમ તબક્કામાં છે. જુલાઈની શરૂઆત થવા જઈ રહી છે. તેમ છતાં એકધારો વરસાદ નોંધાયો નથી. જ્યારે આજથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
અત્યાર સુધીમાં 3 ઈંચ વરસાદ
સુરત જિલ્લામાં હાલ સુધીમાં સરેરાશ વરસાદ પણ થયો નથી. સુરત જિલ્લામાં ચોમાસું હજી સુધી જામ્યું નથી. ધીમા ઝાપટાં વરસ્યા બાદ વરસાદ વિરામ લે છે. 27મી જૂન સવાર સુધીમાં જિલ્લામાં સરેરાશ સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ પાકની વાવણી કરી દીધી છે. તેમ છતાં જોઈએ તેવો વરસાદ હવે થશે તેવી શક્યા સેવવામાં આવી રહી છે.
બપોરના 12 વાગ્યા સુધીના આંકડા(મીમી)માં
ઓલપાડ 11
માંગરોળ 0
ઉમરપાડા 0
માંડવી 0
કામરેજ 12
સુરત શહેર 16
ચોર્યાસી 12
પલસાણા 16
બારડોલી 1
મહુવા 3








