મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: યુવતીનું બ્રેઇનવોશ કરી ભગાડી દીધાના આક્ષેપ પર ઇસ્કોન મંદિરે આપ્યો જવાબ,જાણો શું કહ્યું

અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિન

અમદાવાદ: યુવતીનું બ્રેઇનવોશ કરી ભગાડી દીધાના આક્ષેપ પર ઇસ્કોન મંદિરે આપ્યો જવાબ,જાણો શું કહ્યું

અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પુત્રીની ભાળ મેળવવા માટે એક નિવૃત આર્મીમેનના પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઇ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા આદેશ કર્યો છે. હવે આ વિવાદને લઇને ઇસ્કોન મંદિરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા છે. 

ઇસ્કોન મંદિરે આક્ષેપોને ફગાવ્યા

ઇસ્કોન મંદિરના પ્રચારક હરેશ ગોવિંદદાસે ઇસ્કોન મંદિર પર લાગેલા આક્ષેપને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇસ્કોન મંદિરના પ્રચારકે કહ્યું, 'ઇસ્કોન મંદિર પર લાગેલા તમામ આક્ષેપ ખોટા છે, મંદિરનો કોઇ વ્યક્તિ તેમાં ઇનવોલ્વ નથી. જે વ્યક્તિ પર આક્ષેપ લાગ્યા છે તે ઇસ્કોન મંદિરની બહાર રહે છે અને ઇસ્કોનનો પ્રચાર કરે છે. દીકરી ઘર છોડીને જતી રહે તેનો અર્થ એવો નથી કે તમે ઇસ્કોન મંદિર પર આવા આક્ષેપ મુકી શકો. અમે તેમના ફેમિલી મેમ્બર અને પોલીસને કંઇ પૂછપરછ કરવી હોય તો સપોર્ટ કરવા તૈયાર છીએ. હાઇકોર્ટની મેટર છે જેની અંદર ઇસ્કોનનું નામ આવશે અને કંઇ થશે તો અમારી લીગલ ટીમ તેને જોશે.'

વકીલે શું કહ્યું?

ગુજરાત હાઇકોર્ટના વકીલ ધર્મેશ ગુર્જરે કહ્યું કે, 'યુવતી ગુમ થઇ છે તેના પિતાએ હેબિયર્સ કોપર્સ હાઇકોર્ટમાં કરી છે. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો છે કે યુવતી ઇસ્કોન મંદિરમાં જતી હતી અને ધાર્મિક ભાવનાએ જતી હતી. ત્યાં સેવા દાન કરનારા હોય તેની સંગતમાં આવી ગઇ અને તેમના કહેવાથી યુવતીનું બ્રેઇનવોશ કરી મથુરા ખાતે લઇ ગયા અને ત્યાં પરણાવી દીધી હતી. છોકરીને બ્રેઇનવોશ કરી ગાંજો જેવું પીવડાવી ખોટી રીતે પરણાવેલી છે. આ વસ્તુને લઇને હેબિયર્સ કોપર્સ કરવામાં આવી હતી જેમાં હિયરિંગ થઇ અને હાઇકોર્ટે દરેક પક્ષકારોને નોટિસ ફટકારી છે અને 9 જાન્યુઆરીની મુદ્દત આપી છે.'

શું છે સમગ્ર વિવાદ?

અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇનવોશને કારણે છ મહિનાથી ગુમ યુવતીના પિતાએ હેબિયર્સ કોપર્સ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી.આ હેબિયર્સ કોપર્સને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા-ભકિત માટે નિયમિત રીતે જતી હતી. તે દરમિયાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓના સંપર્કમાં આવી હતી. ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેઇન વોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઇ લીધી હતી. જેને પગલે ગત 27 જૂન 2024ના રોજ અરજદારની પુત્રી ઘરેથી 23 તોલા સોનુ અને રૂ.3.62 લાખ રોકડા લઇ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઇ હતી. 

આ સમાચાર શેર કરો