Ahmedabad: ઇસનપુર તળાવને પુનઃવિકસિત કરાશે, ફરી દબાણ ન તે માટે તળાવની ફરતે દિવાલ બનાવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તાજેતરમાં ઇસનપુર તળાવની આસપાસના ગેરકાયદેસર દબાણો પર ડિમોલિશનની કાર્યવાહી કર્યા બ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તાજેતરમાં ઇસનપુર તળાવની આસપાસના ગેરકાયદેસર દબાણો પર ડિમોલિશનની કાર્યવાહી કર્યા બાદ હવે આ તળાવને પુનઃવિકસિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે હેતુથી તળાવની ફરતે સુરક્ષા દિવાલ બનાવવાનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે.
AMC દ્વારા ડિમોલિશનની કાર્યવાહીમાં તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 1000 જેટલા એકમો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ તળાવની જમીન સુરક્ષિત રહે અને ફરી કોઈ દબાણ ન થાય તે માટે તેની ફરતે મજબૂત દિવાલ તૈયાર કરવામાં આવશે. વોટર કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તળાવને ડેવલપ કરવા તેમજ દિવાલ બનાવવાની કામગીરીને ઝડપથી આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તળાવના વિકાસની સમગ્ર યોજના તૈયાર કરવા અને દિવાલ નિર્માણ સહિતની કામગીરી માટે આગામી સમયમાં કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે.



