Ahmedabad: પ્રી-સ્કૂલ સીલ મામલે ઉગ્ર નારાજગી; 'ચાલુ સત્રમાં સીલ ન મારો', એસોસિએશનની AMC સમક્ષ માંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની કેટલીક પ્રી-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની કેટલીક પ્રી-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા, પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા તંત્રની આ કાર્યવાહી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે ચાલુ શૈક્ષણિક સત્રમાં શાળાઓને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે.
પ્રી-સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓએ આ મુદ્દે AMCના સ્કૂલ બોર્ડના ચેરમેન દેવાંગ દાણીને રૂબરૂ રજૂઆત કરી હતી કે, ચાલુ સત્ર દરમિયાન સીલ મારવાની કાર્યવાહી ન કરવામાં આવે. ત્યારે AMC દ્વારા આ રજૂઆત પર શું નિર્ણય લેવાય છે, તેના પર હવે પ્રી-સ્કૂલ સંચાલકો અને વાલીઓની નજર ટકેલી છે.



