મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ: કુંજરાવમાં આકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડ્યો!, લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘણીવાર આકાશમાંથી અવનવા પદાર્થો પડવાની ઘટનાઓ સર્જાઇ છે.આણંદના કુંજરાવમાં આકાશમાંથી શંકાસ્પદ ગ

આણંદ: કુંજરાવમાં આકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડ્યો!, લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘણીવાર આકાશમાંથી અવનવા પદાર્થો પડવાની ઘટનાઓ સર્જાઇ છે.આણંદના કુંજરાવમાં આકાશમાંથી શંકાસ્પદ ગોળા જેવી કંઈક વસ્તુ પડી હતી. પરિણામે આસપાસના વિસ્તારમાં  કુતૂહલની સાથે ભયનું વાતાવરણ સર્જાયું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના કુંજરાવમાં મોરી કુવા વિસ્તારના ખેતરમાં આકાશમાંથી નાનો ગોળો પડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, ગોળો પડવાથી કોઈ નુકસાનની થયાના અહેવાલ મળ્યા નથી. આ બનાવના પગલે સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. 

બીજી તરફ આ બનાવ અંગે ગામના સરપંચ દ્વારા સમગ્ર મામલે TDOને જાણ કરવામાં આવી છે. આ પ્રદાર્થની તપાસ બાદ જ જાણી શકાશે કે આ ખરેખર ગોળો આકાશમાંથી પડ્યો છે કેમ?

અગાઉ આણંદમાં અવકાશમાંથી ગોળા જેવી વસ્તુ પડી હતી

તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી હતી. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. વડોદરાના પોઇચામાં પણ અવકાશમાંથી ગોળો પડવાની ઘટના બની હતી. 

આ સમાચાર શેર કરો