ગુજરાતમાં 18 વર્ષ બાદ યોજાશે IPS અધિકારીઓની ચિંતન શિબિર
ગુજરાતમાં 18 વર્ષ બાદ IPS અધિકારીઓની ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે. જે 3 દિવસ સુધી ચલાવવામાં આવ

ગુજરાતમાં 18 વર્ષ બાદ IPS અધિકારીઓની ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે. જે 3 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ચિંતન શિબિરમાં IPS સહિત કુલ 200 જેટલા અધિકારીઓ હાજર રહેશે.
કઈ જગ્યાએ યોજાશે ચિંતન શિબિર?
વલસાડના ધરમપુર ખાતે આગામી 11, 12 અને 13 ઓગસ્ટના રોજ IPS અધિકારીઓની ચિંતન શિબિર યોજાશે. 18 વર્ષ બાદ યોજાવા જઈ રહેલી આ શિબિરમાં IPS સહિત કુલ 200 અધિકારીઓ ભાગ લેશે. આ શિબિર માટે બંદોબસ્તથી ભરપૂર સમયગાળામાં ગામના છેડે પોલીસ અધિકારીઓ ચિંતન કરશે. ચિંતન શિબિરમાં રાજ્યમાં ચાલતા ગુનાખોરીને લગતા પ્રશ્નો અને પોલીસને રહેલ અનેક કેસોમાં ચેલેન્જ બાબતે પણ ચિંતન કરવામાં આવશે. આ ચિંતન શિબિરના નોર્ડલ ઓફિસર CID ક્રાઇમ બ્રાંચના ADGP, પરીક્ષિતા રાઠોડને બનાવવામાં આવ્યા છે.
રાજ્યભરમાં શહેર, રેન્જ, જિલ્લા અને મહત્વની બ્રાંચનો ચાર્જ જુનિયર અધિકારીઓને આપવામાં આવશે. અગાઉ વર્ષ 2011માં ગુજરાત પોલીસે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. ત્યારબાદ હવે ફરી આ આયોજન કરવામાં આવશે. અને અધિકારીઓ સાથે વાતચિત કરવામાં આવશે.




