Rajkot news: ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર થયેલી તાલિબાની સજાના મામલે તપાસ શરૂ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીર આરોપી પર થયેલી તાલિબાની સજાના મામલે તપાસ કરાઈ છે.સગીર પર બળજબરીથી અત્યાચાર કરાયા હોવાનો આક્ષેપ સામે આવતા, પહેલા કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, હવે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.પૂછપરછ દરમિયાન પ્રદીપ ડાંગરે દાવો કર્યો હતો કે, તેણે અજાણતા સગીરનો વિડિયો ઉતાર્યો હતો અને તેનું અન્ય કોઈ ઉદ્દેશ્ય ન હતું. જોકે પોલીસ આ દલીલોથી સંતોષાઈ નથી.



