હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં સ્લીપર સેલના એન્ગલથી તપાસ, શકીલે પાકિસ્તાનથી મંગાવેલા હથિયાર
હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મૌલવી બાદ બે આરોપ

હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મૌલવી બાદ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. ત્યારે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્લીપર સેલના એન્ગલ પર પણ તપાસ શરુ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રથી ઝડપાયેલા આરોપી શકીલ શેખે હથિયારનો ઓર્ડર પાકિસ્તાન આપ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો.
લાઓસનો નંબર એક્ટિવ કર્યો હતો
હિન્દુ નેતા મોતની ધમકી આપવાના કેસમાં 18 વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રઝાની ધરપકડ થઇ છે. આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના મેહબુબ નગરથી ઝડપી પાડ્યો હતો. જેની તપાસમાં સામે આવ્યું છે કે, શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વીડિયો કોલ કરતો હતો.આરોપીઓએ લાઓસનુ્ં એક વર્ચ્યુઅલ મોબાઇલ નંબર પણ એક્ટિવ કર્યું હતુ.
અલગ અલગ એન્ગલ પર તપાસ
કોર્ટે આરોપીના 24 મે સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બચાવ પક્ષે એડવોકેટ સાહિત મિરઝાએ દલીલો કરી હતી. નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. સુદર્શન ટીવીના એડિટર સુરેશ ચૌહાણ પણ આોરોપીઓના ટાર્ગેટ પર હોવાનો ખુલાસો આજે થયો હતો. આરોપીઓ રાણા ઉપરાંત તેલંગાના ભાજપના અધ્યક્ષ ટી રાજા સિંહની હત્યાની સાજિશ કરતા હતા. આરોપીઓએ લાઓસનુ્ં એક વર્ચ્યુઅલ મોબાઇલ નંબર પણ એક્ટિવ કર્યું હતુ. સમગ્ર કેસમાં પોલીસ સ્લીપર સેલનો એન્ગલ પણ ચકાસી રહી છે.






