Ahmedabad news: નારોલમાં દંપતિના મોત મામલે તપાસ સમિતિ રચાઇ, 7 દિવસમાં સોંપાશે રિપોર્ટ
Ahmedabad news: અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવ

Ahmedabad news: અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપતિનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકના પરિજનો અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હતો, જે બાદ મનપાએ ઘટનાને ગંભીરતાથી લઇ બનાવની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કમિટી રચાઈ છે, જેનો રિપોર્ટ 7 દિવસની અંદર સોંપવાનો રહેશે.
કમિટીમાં બે ઇજનેર સહિત ત્રણ અધિકારીઓનો સમાવેશ
શહેરના નારોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ તેમાં ખાબકેલા દંપતીને અચાનક વીજ કરંટ લાગતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જે બાદ ભારે વિરોધ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઇ AMC કમિશ્નરે સમગ્ર મામલાની તપાસ માટે એક તપાસ કમિટીની રચના કરી છે, જેમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટના સીટી ઇજનેર વિજય પટેલ, ઓરીજનલ સીટી ઇજનેર વોટર ઓપરેશન પ્રભાકર અને વિજિલન્સના ડાયરેક્ટર હિના ભાઠાવાલાનો સમાવેશ કરાયો છે. આ રિપોર્ટને 7 દિવસમાં સોંપવાનો રહેશે.




