VIDEO:જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક કલહ, પ્રમુખ સામે નાણાકીય ગેરરીતિના આક્ષેપ
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો છે, જેમાં જિલ્લા

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ એડવોકેટ ધીરુભાઈ કુંભાણીએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે પાર્ટી દ્વારા તાલુકા દીઠ ફાળવવામાં આવેલ 25 હજારનું ફંડ અમિત પટેલે અંગત ઉપયોગમાં લઈ લીધું છે. પત્રમાં જણાવ્યા અનુસાર, કુલ નવ તાલુકામાંથી ચાર તાલુકાના પાર્ટી ફંડના નાણાંમાં ગોલમાલ કરવામાં આવી છે. આ ગંભીર આરોપોને કારણે જૂનાગઢ કોંગ્રેસમાં ફરી એકવાર રાજકીય ગરમાવો અને આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે.




