VIDEO:નર્મદા જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ આખરે શાંત
નર્મદા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ આખરે પ્રદેશ કક્ષાની દખલગીરી બાદ સુખદ અંત તર

નર્મદા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ આખરે પ્રદેશ કક્ષાની દખલગીરી બાદ સુખદ અંત તરફ આવ્યો છે. ગાંધીનગર પ્રદેશ કક્ષાએથી તમામ નેતાઓને કડક ઠપકો આપીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.જે અંગે સાંસદ મનસુખ વસાવાએ તેજીને ટકોરો હોય તેમ કહીને હવે સોશિયલ મીડિયા પર થતા તમામ વાદવિવાદ બંધ કરવાની ટકોર કરી છે અને તમામ ગેરસમજ દૂર થઈ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પણ નરમ વલણ અપનાવતા કહ્યું છે કે સાંસદ મનસુખ વસાવાના પરિવાર સાથે તેમના પુત્ર તુલ્ય સંબંધો છે.જેથી તેઓ કોઈપણ સંકોચ વગર તેમના ઘરે જમવા જશે. તમામ નેતાઓએ હવે મતભેદો ભૂલીને આગામી વિધાનસભાની ચૂંટણી સાથે મળીને જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.




