VIDEO : પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો, પ્રમુખની મનમાની સામે 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાથી ખળભળાટ!
સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ સપાટ

સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાનીના આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. સહીઓવાળો રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ઉપપ્રમુખ સહિત અનેક કોર્પોરેટરોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. 24માંથી 19 બેઠકો ધરાવતા ભાજપ માટે આ ઘટનાએ ચિંતાનો માહોલ સર્જ્યો છે. સંગઠન દ્વારા મામલાની હકીકતો એકત્ર કરી વિવાદને થાળે પાડવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.




