મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ

રાજકોટમાં ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ — સોર્સ: gstv

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મધ્યાહન ભોજન પૂરું પાડતી પારસ એગ્રોમાંથી ભોજનની આઠ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. અગાઉ બળેલી રોટલી અને ચવડ શિરા સહિતની ભોજન સામગ્રીને લઈને પારસ એગ્રો વિવાદમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે કુલ 47 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી હતી, જેમાં 37 કિલો વાસી જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત 14 સ્થળોએથી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. મનપાની આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો