મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયોની વિદ્યાર્થીનીઓને અન્યાય, જમવા-શિક્ષણની સુવિધા કરાઈ બંધ

છોટાઉદેપુર જિલ્લામાં અનાથ, ગરીબ પરીવારની દીકરીઓ આ શાળામાં રહીને અભ્યાસ કરતી હતી. 2004થી આ શાળાઓ શરુ ક

છોટાઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયોની વિદ્યાર્થીનીઓને અન્યાય, જમવા-શિક્ષણની સુવિધા કરાઈ બંધ

છોટાઉદેપુર જિલ્લામાં અનાથ, ગરીબ પરીવારની દીકરીઓ આ શાળામાં રહીને અભ્યાસ કરતી હતી. 2004થી આ શાળાઓ શરુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 2024માં શિક્ષણની સુવિધા હોસ્ટેલમાં બંધ કરી અને નજીકની પ્રાથમિક શાળાઓમાં કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે. 

આ પણ વાંચોઃ સુરતની શાળાના હીંચકા પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહ, ફાંસો ખાઈ આપઘાત કર્યાની આશંકા

આઠ વિદ્યાલયો ચાલતી હતી

છોટાઉદેપુર જિલ્લામાં પાંચ તાલુકાઓમાં આઠ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો આવેલી છે જેમાં સાત શાળા ઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાની અછત શિક્ષકોની અછત વર્ષોથી છે. ત્યારે આ વિદ્યાર્થીનીઓ કેવી રીતના ભણશે ગામ ના બાળકોને બેસવા માટે પૂરતા ઓરડા નથી. 

શિક્ષણની સુવિધાની ઉણપ

વર્ષોથી કસ્તુરબા ગાંધી વિધાલયમાં શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાની ઘણી ઉણપો છે. ત્યારે સરકારે આવી કસ્તુરબા ગાંધી વિધાલયમાં શિક્ષણ સુવિધા બંધ કરીને વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય કર્યો છે. 

પગપાળા જવા મજબૂર

સરકાર કહે છે ભણેલી દીકરી એક પેઢી તારે ત્યારે સરકાર આ સૂત્રો બનાવ્યા અને આ સૂત્રોનું પાલન સરકાર જ નથી કરતી કારણ કે, સરકારે આદિવાસી વિદ્યાર્થીનોની અભ્યાસ માટેની સુવિધા છીનવી લઇને આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય કર્યો છે. જયારે સ્કૂલની બહાર અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓ જાય છે. ત્યારે તેઓને પગપાળા ચાલીને નજીકની સ્કૂલોમાં જવું પડે છે. જયારે ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓને 10 - 10 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડે છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, આદિવાસી વિસ્તારના બાળકોને મળતી સુવિધાઓ દિવસે દિવસે છીનવાઈ રહી છે. બાળકોને અભણ રાખવાનો પ્રયાસ છે. 

આ સમાચાર શેર કરો