મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો યથાવત, આજે 18 ફ્લાઈટ્સ થઈ રદ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લ

Ahmedabad: ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો યથાવત, આજે 18 ફ્લાઈટ્સ થઈ રદ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આ સંકટને કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની કુલ 18 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ રદ થયેલી ફ્લાઇટ્સમાં અમદાવાદથી ઉપડતી  9 ફ્લાઇટ અને અમદાવાદ આવતી 9 ફ્લાઇટનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટથી સવારે 8 વાગ્યા સુધીમાં 25 ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી.  

આ સમાચાર શેર કરો