ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો,છેલ્લા 6 દિવસમાં 6 ફૂટ વધી પાણીની આવક
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઇ ડેમની જળ સપાટી 606.11 ફૂટ પહોંચી છે.
ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો
ધરોઇ ડેમમાં રાજસ્થાન તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઇ ડેમની જળસપાટી 606.11 ફૂટ પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 10278 ક્યુસેક છે. ડેમમાં સંગ્રહિત થયેલો પાણીનો જથ્થો 48.24 ટકા છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે.
ધરોઇ ડેમની જળ સપાટીમાં છેલ્લા 6 દિવસમાં 6 ફૂટનો વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમની જળ સપાટી સતત વધી રહી છે.
ધરોઇ ડેમ 45.69 ટકા ભરાઇ ગયો છે. મહત્ત્વના ગણાતા આ ડેમમાંથી ઉત્તર ગુજરાતના 6 જેટલા શહેર તેમજ 600થી વધુ ગામડાઓને પીવાનું પાણી આપવામાં આવે છે જ્યારે નદી કાંઠાના વિસ્તારોમાં 50 હજાર હેક્ટરથી વધુ જમીનને સિંચાઇનું પાણી સમયાંતરે પુરૂ પાડવામાં આવે છે. હજુ સુધી ડેમમાંથી સાબરમતી નદી કે નહેરોમાં પાણી છોડવામાં આવ્યા નથી.
મહેસાણામાં સાર્વત્રિક અનરાધાર વરસાદ
મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જોટાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ, કડી, બેચરાજી અને વિસનગરમાં પાંચ ઇંચ, મહેસાણા, ઊંઝા, વડનગર,વિજાપુરમાં 4 ઇચ, ખેરાલુમાં 3 ઇંચ જ્યારે સતલાસણામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.








