KADIના ઇન્દ્રાડ ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના, આધેડ મહિલાની હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો
કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં બે દિવસ અગાઉ આધેડ મહિલાનો દાટેલો મૃતદેહ

કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં બે દિવસ અગાઉ આધેડ મહિલાનો દાટેલો મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની મૃતકના પુત્રએ ફરિયાદમાં જણાવ્યું છે.
લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની ફરિયાદ
પ્રાપ્ત માહિતી મુજબ કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં બે દિવસ અગાઉ ઘાસચારો લેવા ગયેલા ૫૪ વર્ષીય શારદાબેનની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ હતી. આ લાશ સવિતા અમૃત ફાર્મના લીંબુડીના ખેતરમાંથી મળી હતી. લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની મૃતકના પુત્રએ ફરિયાદમાં જણાવ્યું છે. અજાણ્યા લૂંટારૂએ મૃતકના કાનમાંથી બુટ્ટીઓ ખેંચી કાઢતાં કાન ચીરાયેલા જોવા મળ્યા હતા. સોનાની બંગડીઓ અને ચાંદીના કડલા સહિત કુલ ૪.૪૦ લાખના દાગીનાની લૂંટ ચલાવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. નંદાસણ પોલીસે ફાર્મમાં કામ કરતા શખ્સો પર શંકાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




