VIDEO: મહેસાણામાં વાહનચાલકોએ ટાંકીઓ ફૂલ કરાવી, બે કલાકમાં જ 3500 લિટર ડીઝલનું વેચાણ થઈ જતાં જથ્થો ખૂટ્યો
મહેસાણામાં પેટ્રોલ-ડીઝલની અછતની આશંકાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જે

મહેસાણામાં પેટ્રોલ-ડીઝલની અછતની આશંકાએ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જેના કારણે વાહનચાલકોએ ટાંકીઓ ફૂલ કરાવવા પડાપડી કરતા અનેક પંપો ખાલી થઈ ગયા છે. માત્ર બે કલાકમાં જ 3500 લિટર ડીઝલનું વેચાણ થઈ જતાં બે દિવસ ચાલે તેટલો જથ્થો ખૂટી પડ્યો છે. HP પંપના સંચાલક મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, શહેરના કેટલાક વિસ્તારોમાં હાલ સ્ટોક ઉપલબ્ધ નથી. જોકે, નવો જથ્થો લેવા ગયેલું 20,000 લિટરનું ટેન્કર આજે સાંજ સુધીમાં આવી પહોંચવાની શક્યતા છે, જે બાદ પરિસ્થિતિ થાળે પડી શકે છે.




