મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં ડ્રીમલેન્ડ શાળામાં ધોરણ 6ના વિદ્યાર્થીને માર મારવાની ઘટના, બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ

Rajkot News: રાજકોટમાં એક શાળા વિદ્યાર્થીને માર મારવાને મામલે વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લાના મહીકા ગામે આવેલ ડ્રીમલે

Rajkotમાં ડ્રીમલેન્ડ શાળામાં ધોરણ 6ના વિદ્યાર્થીને માર મારવાની ઘટના, બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ

Rajkot News: રાજકોટમાં એક શાળા વિદ્યાર્થીને માર મારવાને મામલે વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લાના મહીકા ગામે આવેલ ડ્રીમલેન્ડ શાળા વિવાદમાં આવી છે. હોમવર્ક અધૂરું કરતા શાળાના શિક્ષક દ્વારા ગંભીર માર મારવામાં આવ્યો છે. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. વિધાર્થીને હાલ રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વિધાર્થીને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.

બાળકના માતાએ કહ્યું હોમવર્ક કર્યું નહોતું એટલે માર મારવામાં આવ્યો છે. બાળકની માતા બાળકને લઈને જનાના હોસ્પિટલ પહોંચ્યા છે. બાળકને હાથ ઉપર સ્કેલ મારવામાં આવી છે. અમારા બાળકને મારમાર્યો બીજા બાળકોને માર ન મારે તે માટે મીડિયા સામે આવ્યા છે. મારનો ભોગ બનેલા બાળકે પણ પોતાની આપવીતી વર્ણવી છે. પોતાના શિક્ષકે કઈ રીતે માર માર્યો તેને લઈને વાતચીત કરી છે. શાળાના શિક્ષક અજયસરે માર માર્યો છે.

આ સમાચાર શેર કરો